આણંદઃ આણંદ શહેરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયા 75 વર્ષીય વૃદ્ધ સોનીને સોમવારે બપોરે લૂંટી ફરાર થઈ ગયા હતા વૃદ્ધ સોનીના જણાવ્યા અનુસાર, તેઓ સોનાની ઝુમ્મરવાળી બુટ્ટી અને નાકની ચુની જેમાં રાખી હતી તેવી ચાર ડબ્બીઓ આંખના પલકારામાં ખિસ્સામાં મૂકી ફરાર થઈ ગયા હતા જેની અંદાજિત કિંમત પાંચ લાખ રૂપિયા થાય છે આ સંદર્ભે આણંદ શહેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે