અમદાવાદ:સરકારી ગ્રાન્ટેડ કોલેજોની 960 સીટો રદ કરવા મામલે ગઈકાલે એબીવીપીના નેતાઓ કુલપતિને રજૂઆત કરવા માટે તેમની ચેમ્બરમાં ગયા હતા ત્યારે ત્યાં NSUIના ડોક્ટર દિગ્વિજયસિંહ ગોહિલ, પાર્થિવરાજ કઠવાડિયા અને સુભાન સૈયદ સહિતના કાર્યકરો વચ્ચે એડમિશન કમિટીના વિરોધને લઈ બોલાચાલી થઈ હતી NSUIઅને ABVPના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને યુનિવર્સિટી પોલીસ અને સિક્યુરિટીની હાજરીમાં છુટ્ટા હાથની મારામારી કરી હતી બંને પક્ષોએ સામસામે ગાળાગાળી અને અસભ્ય વર્તન કર્યું હતું આ ઘટનામાં ABVPના આનંદ પારેખને સામાન્ય ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો ABVPના સેનેટ સભ્ય કૌશિક જૈન તેમજ કુશ પંડ્યા, નરેશ દેસાઈ, આનંદ પારેખ, રવિ પટેલ અને મૌલિક દેસાઈ સહિતના કાર્યકરોએ પણ NSUIના કાર્યકરોને માર માર્યો હતો