નોર્ધન સ્પેનના નવાર્રામાં ભારે વરસાદના કારણે આવેલા પૂરે શહેરને બાનમાં લીધું હતું ભયાનક પૂરમાં ગાડી સાથે તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત પણ થયું હતું આ તારાજી પણ એવા સમયે થઈ હતી જ્યારે શહેરમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા સદનસીબે તંત્રની સાવચેતીના કારણે કોઈ મોટી હોનારત થઈ નહોતી જળબંબાકાર થવાથી શહેરના રસ્તાઓ પણ નદીમાં ફેરવાઈ ગયા હતા પાર્ક કરેલી કારો પણ તણખલાની જેમ જ તણવા લાગી હતી આ પૂરની આપત્તિથી બચવા માટે સ્થાનિક સત્તાવાળાઓએ લોકોને પણ ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોઝ જોઈને જ કલ્પી શકાય છે કે કુદરતે કેવો વરસાદી કહેર વર્તાવ્યો હશે