રાઈડ તૂટતાં જ બચાવો બચાવોની કાળજું કંપાવતી ચીચીયારી ગુંજી, લોકોએ જાતે કર્યું રેસ્ક્યુ

DivyaBhaskar 2019-07-14

Views 1.2K

અમદાવાદ:કાંકરિયા સ્થિત બાલવાટિકામાં ડિસ્કવરી રાઇડ તૂટી પડતાં 2 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 29 લોકોને ઇજા પહોંચી છે દુર્ઘટના બાદ પીડાથી કળસતા લોકોની ચીચીયારીઓથી લોકોના કાળજા કંપાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા લોકો પણ દુર્ઘટના બાદ દોડી ગયા હતા અને રાઈડમાં બેસેલા લોકોને એકએક કરીને ઉતારી રહ્યા હતા લોહીલૂહાણ હાલતમાં રાઈડ પર બેસેલા લોકો બૂમો પાડી રહ્યા હતા અને નીચે પકટાયેલી રાઈડ પરથી હાજર લોકો તેમને ઉતારી રહ્યા હતા રાઈડની દુર્ઘટના મેઈન્ટન્સને પગલે સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરીને લોકોની પીડા સમજવાને બદલે પોતાના હિતો સાચવવામાં પડ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS