સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં ગત 24મી મેના રોજ ભયાવહ આગ ફાટી નીકળી હતીજેમાં 22 જેટલા માસૂમોએ જીવ ગુમાવ્યો હતો આ દુર્ઘટનાના બે મહિના જેટલા સમય બાદ ઉપરનો ડોમ પાલિકા દ્વારા બે દિવસથી તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આજે તોડાયેલા ડોમના કચરામાં ફરી આગ લાગી હતી જેથી લોકોમાં ભય ફેલાયો હતો ફાયરબ્રિગેડને આ અંગે જાણ થતાં પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે, તક્ષશિલામાં ફરી આગ લાગતાં લોકોમાં ભયના માહોલ સાથે લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં