પીપલોદમાં ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ફાંસો ખાધો

DivyaBhaskar 2019-07-20

Views 2.1K

સુરતઃપીપલોદ વિસ્તારમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં વિદ્યાર્થિનીએ સુસાઇડ કરી લીધું હતું વિદ્યાર્થિનીએ હોસ્ટેલની રૂમમાં જ સુસાઈડ કરી લેતા પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો હાલ વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલમાં પીએમ માટે ખસેડાયો છે સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

કામરેજની વ્રજવાટીકામાં રહેતી રહેતી ડિમ્પલ નરેશભાઈ કલેશ(ઉવઆ19) નામની વિદ્યાર્થિની પીપલોદમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં ત્રીજા વર્ષના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિનીએ રાત્રિના સમયે રહસ્યમય સંજોગોમાં પોતાની રૂમમાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતોદીકરીના મોતથી પરિવાર પણ હતપ્રત થઈ ગયું હતુ જો કે હજુ સુધી તેના આપઘાતનું કારણ જાણી શકાયું નથી હાલ સમગ્ર મુદ્દે પોલીસે વધુતપાસ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS