પ્લેનના ટેકઓફ સમયે જ પાંખિયા પર ચડી ગયો સનકી, કેબિનમાં જવા પ્રયત્ન કર્યો

DivyaBhaskar 2019-07-21

Views 735

નાઈજેરિયાના લાગોસ એરપોર્ટ પર બોઈંગ 737 પ્લેન ઉડયન ભરે તે પહેલાં જ એક સનકી એન્જિનની પાંખો પર ચડીને આંટાફેરા મારવા લાગ્યો હતો આવો શોકિંગ નજારો જોઈને અંદર રહેલા એક મુસાફરે તેની હરકતો કેમેરામાં પણ કેદ કરી હતી જે સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગી હતી બહાર પ્લેનની પાંખ પર ચડીને આરામથી ફરતા આ શખ્સને જોઈને અન્ય મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા તો સામે અઝમાન એર ફ્લાઈટ પર બિંદાસ્ત રીતે ફરતો આ શખ્સ ધીરે ધીરે કેબિન તરફ આગળ વધ્યો હતો સ્થાનિક એજન્સીના જણાવ્યા મુજબ આ શખ્સે કઈ રીતે ત્યાં પ્રવેશ મેળવ્યો તેની કોઈ જ માહિતી સામે આવી નહોતી સાથે જ આ રીતે ત્યાં સુધી ધસી જવું એ પણ ગેરકાયદે છે જોકે, આ ઘટના જે એરપોર્ટ પર બની હતી તે મુર્તલા મોહમ્મદ એરપોર્ટમાં આ અગાઉ પણ સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ બહાર આવેલી જ છે નાઈજેરિયાના ફેડરલ એરપોર્ટ્સ ઓથોરિટીના જનરલ મેનેજરે પણ આ ઘટનાની પુષ્ટી કરીને જણાવ્યું હતું કે આવું કારનામું કરનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે તો સાથે જ વધુ વિગતો તેની પૂછપરછ બાદ જ સામે આવશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS