જૂનાગઢ: આજે જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે પરંતુ સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થયું ત્યારે ધોધમાર વરસાદ પડવાનો ચાલુ થઇ ગયો હતો સતત બે કલાક સુધી વરસાદ પડતા બે ઇંચ વરસાદ નોંધાયો હતો ધોધમાર વરસાદથી લોકો મતદાન કરવાને બદલે ઘરમાં જ પૂરાઇ રહ્યા હતા રસ્તાઓ પર પાણી ભરાતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું વરસાદ રહેતા જ દરેક વોર્ડ પર આવેલા મતદાન મથક પર લોકો મતદાન કરવા પહોંચી ગયા હતા અને લાંબી લાઇનો જોવા મળી હતી