ભિલોડા: માકરોડા રોડ પર આવેલા એક ખેતરમાં પશુ માટે ખેડૂતે તૈયાર કરેલા ઘાસના ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા ત્યાં રાખવામાં આવેલો ઘાસચારાનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થયો હતો ભિલોડામાં ફાયર ફાઈટરની સુવિધાને અભાવે મોટું નુકસાન થયું હતું જ્યારે આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને જહેમત ઉઠાવી રહ્યા છે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી