ઈન્ટરનેટ પર જો પ્રોનિતા નામની કોરિયોગ્રાફરે એક ડાન્સ વીડિયો પોસ્ટ કરતા જ તે જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે પ્રોનિતાએ ઓ સાકી સાકીસોંગ પર જબરદસ્ત ડાન્સ કર્યો છે જેને ઈન્ટરનેટ પર 24 લાખ લોકોએ જોઈ ચૂક્યા છે આ ઓરિજીનલ સોંગ સંજય દત્તની ફિલ્મ મુસાફિરમાં હતું જેને જ્હોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસમાં આઇટમ નંબર તરીકે લેવામાં આવ્યું છે, તેમાં એક્ટ્રેસ-ડાન્સર નોરા ફતેહીએ ડાન્સ કર્યો છે પ્રોનિતાના ડાન્સને જોઈ લોકોએ તેની સરખામણી નોરા ફતેહી સાથે કરી છે યૂઝર્સે કહ્યું પ્રોનિતાએ નોરાને જબરદસ્ત ટક્કર આપી ઓરિજીનલ ગીતમાં એક્ટ્રેસ કોઇના મિત્રાએ તેમાં જબરદસ્ત ડાન્સ મૂવ્સ કરેલા જે ખુબ લોકપ્રિય થયેલું ફિલ્મ બાટલા હાઉસમાં તનિષ્ક બાગચીએ આ સોંગને રિક્રિએટ કર્યું છે અને તુલસી કુમાર અને નેહા કક્કડે તેને ગાયું છે