ભારતમાં ચોમાસાએ દસ્તક દીધી છે જેના કારણે અનેક રાજ્યોમાં ભારે પૂરની સ્થિતિ પેદા થઈ છે આવા મોસમમાં અમદાવાદ, દિલ્હી કે મુંબઈજેવા મોટા શહેરોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ઉભરાઈ જવાની સમસ્યા સામાન્ય છે દર ચોમાસામાં આપણે તંત્રને આડેહાથ લઈનેદાખલા આપતા હોઈએ છીએ કે અમેરિકા કે અન્ય દેશો જેવી મોન્સૂન કામગીરી ક્યારે કરશો?જો કે, સોશિયલ મીડિયામાં દુનિયાના સૌથી સુંદરશહેરમાં વરસાદે પેદા કરેલી હાલાકીના વાઈરલ થઈ રહેલા વીડિયોઝ જોઈને તમે પોતે પણ ફરીવાર આવી સરખામણી કરતાં બે વાર વિચારશોઅમેરિકાના હાઈટેક શહેર ન્યૂ યોર્કમાં પડેલા ભારે વરસાદે લોકોની હાલત ખરાબ કરી દીધી હતી અતિશય વરસાદના કારણે ત્યાંની ડ્રેનેજ લાઈનો
પણ પાણીનો નિકાલ કરવામાં નાકામ સાબિત થઈ હતી શહેરના ગલીઓ અને હાઈવે પર પૂર આવ્યું હોય તેમ ચોતરફ પાણી જ પાણી હતું અનેકલોકોએ શેર કરેલા ફોટોઝ અને વીડિયોઝ જોઈને નક્કી પણ ના કરી શકાય કે પાણીમાં ગાડીઓ તરે છે કે બોટ? એક વાત ચોક્કસ છે કે આ બધાવીડિયોઝ આપણો એ ભ્રમ તો તોડી જ નાખશે કે જેમાં આપણને લાગે છે કે વિદેશ એટલે ગમે તેટલો વરસાદ થાય પાણીનો નિકાલ ફટાફટ થઈજાય