જૂનાગઢ:જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરતા આજે વિજય રૂપાણી અને જીતુ વાઘાણી ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં શહીદ થયેલા વડોદરાના જવાન આરીફ પઠાણને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હારી ગયેલી કોંગ્રેસ પ્રજાને ગાળો આપે છે, કોંગ્રેસ કહે છે કે, લોકોને ભ્રષ્ટાચાર જોઇતો હોય તો અમે શું કરીએ?