સુરતઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સુરતની મુલાકાતે આવ્યા હતા અને વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી અર્પી હતી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સુરતના લોકોએ ભાજપ પર સ્નેહનો વરસાદ વરસાવ્યો છે વધુમાં શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિધાનસભા 2019માં પણ 26 સીટો ગુજરાતે અપાવી છે અને બીજી પાર્ટીનો સફાયો થયો છે કોંગ્રેસ આખા દેશમાં સમાપ્ત થવા જઇ રહી છે બુઆ બબુઆનું પણ કંઈ ન ઉપજ્યું તાજેતરમાં પશ્ચિમ બંગાળનું પરિણામ પણ આશ્ચર્યજનક આવ્યું છે જેથી લોકો ભાજપ અને મોદી સાથે છે પ્રધાનમંત્રીએ જીત્યા પછી એક દિવસનો આરામ લીધો નથી અમે સંગઠન પર્વ મનાવી રહ્યા છીએ