વરાછામાં એમ્બ્રોઈડરી યુનિટમાં કામ કરતો કારીગર મશીનના ડિવાઈસ કોમ્પ્યુટર ચોરી ગયો

DivyaBhaskar 2019-07-31

Views 449

સુરતઃવરાછા રોડ વિસ્તારમાં આવેલા ભરતનગરમાં એમ્બ્રોઈડરીના ખાતામાં જ કામ કરતાં ઈસમે ચોરી કરી હતી એમ્બ્રોઈડરી મશીનના 35 ડિવાઈસ અને કોમ્પ્યુટરની ચોરી કરી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પુણાગામ રહેતા અને ભરતનગર શેરી નંબર 1માં પહેલા માળે એમ્બ્રોઈડરીનું યુનિટ ચલાવતાં બાલાભાઈ જાદવભાઈ જોગાણીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે અનુસાર પોતાના કારખાનામાં રહેતા અને દેખરેખ રાખતાં સુભાષ હરેન્દ્ર શર્મા મૂળ વતન સોનભદ્રા યુપીના કારખાનામાંથી કોમ્પ્યુટર મોનીટર અને સીપીયુ સહિત એમ્બ્રોઈડરીના મશીનમાં લાગેલ કોડીંગના ડિવાઈસ મશીન નંગ 35ની ચોરી કરી હતીજેની અંદાજે કિંમત પોણા બે લાખ રૂપિયા થાય છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS