સુરતઃશહેરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે વરાછા ગરનાળા સહિતના ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં જેની સીધી અસર ટ્રાફિક પર થઈ હતી શહેરના સૌથી લાંબા વરાછા ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો સવારમાં હીરા ઘસવા જતા રત્નકલાકારો વરાછા બ્રિજ પર ફસાઈ ગયાં હતાં કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા આખરે રત્નકલાકારોએ બાઈકને ડિવાઈડર કુદાવીને ઘરે પરત ફરવાની ફરજ પડી હતીજો કે કાર અને અન્ય મોટાવાહનોને કલાકો સુધી બ્રિજ પર જ થંભી રહેવું પડ્યું હતું