ધરમપુર નજીક નદીમાં અચાનક પાણીનો વધેલા પ્રવાહમાં ઈકો કાર ફસાતા 12 લોકોનું રેસક્યુ કરાયું

DivyaBhaskar 2019-08-03

Views 943

સુરતઃદક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર નજીક નાનીવહિયાળ ગામ નજીક ખનકીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો જેથી નદી પરના બ્રીજમાં એક ઈકો કાર ફસાઈ ગઈ હતી 12 લોકો સાથેની ઈકો કારને બચાવવા માટે નજીકના ગામના લોકો અને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ધરમપુર પોલીસ અને ગામજનોએ ફાયરબ્રિગેડની મદદથી તમામ 12 લોકોને બચાવવામાં સફળતા મળી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS