સુરતઃ ડાંગ જિલ્લાના વઘઈમાં દેમાર 11 ઈંચ વરસાદના પગલે સમગ્ર પંથકમાં નદી કિનારાના વિસ્તારને ઘમરોળી નાંખતા નાળા-કોઝવેમાં વ્યાપક ધોરણ સાથે ભારે તારાજી સર્જી છે મહાલ એકલવ્ય સ્કૂલમાં પાણી ભરાઈ જતા 300 વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા હતા ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પણ ઘોડાપૂર આવતા મહાલ ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં પાણી ભરાઈ જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જેમાં બાળકો દ્વારા ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠતા આસપાસના ગ્રામજનોએ દોડી જઈ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સલામત સ્થળે ખસેડાયા હતા