અમરેલી:રાજુલા પંથકનાં કાતર ગામે ગતરાત્રીના બે ડાલામથ્થા સાવજો છેક ગામ સુધી શિકારની શોધમા ચડી આવ્યા હતા અને એક પશુનુ મારણ કરી મિજબાની માણી હતી રાજુલાના કાતર ગામના દરબારગઢના પ્રવેશ દ્વાર પાસે રાતે 3 વાગ્યા આસપાસ સિંહણ અને સિંહ આવી ચડ્યા હતા અહીં બહાર રેઢિયાર પશુનો ત્રાડ પાડી સિંહો પશુને પાડી દીધું હતુ અને વહેલી સવાર સુધી મારણ કર્યું મીજબાની માણી ગામમાં શાંતિપૂર્વક કલાકો સુધી સિંહો આંટાફેરા કરી નીકળ્યા હતા આ સમગ્ર ઘટના દરબાર દાદબાપુના દરબારગઢના પ્રવેશદ્વારમા લગાવેલા સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી