ઓટો ડ્રાઇવરે રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર રિક્ષા ચલાવી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડી

DivyaBhaskar 2019-08-08

Views 3.9K

હાલમાં સોશિયલ મીડિયામાં મુંબઈના એક રિક્ષા ડ્રાઇવરનો વીડિયો જોરદાર વાઇરલ થયો છે જેમાં તેણે રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર રિક્ષા ચલાવીને ગર્ભવતી મહિલાને તાબડતોડ હોસ્પિટલ પહોંચાડી દીધીન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે આ ડ્રાઇવરની ઓળખાણ સાગર કમલાકર તરીકે થઈ છે 34 વર્ષીય સાગર વિરારનો રહેવાસી છે પોલીસે કહ્યું કે, સાત મહિનાની પ્રેગ્નેન્ટમહિલા તેના પતિ સાથે લોકલ ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી રહી હતી આ દરમિયાન તેને અચાનક લેબર પેઇન શરુ થઈ ગયું અને ટ્રેન પણ વરસાદને કારણે વિરાર સ્ટેશન પર જ અટકી ગઈ હતી પોલીસ ઇન્સ્પેકટર પ્રવીણ કુમાર યાદવે કહ્યું કે, પોતાની પત્નીની ટ્રેનમાં આવી હાલત જોઈને તેનો પતિ સ્ટેશન પર લોકો પાસે મદદ માગતો દોડતો હતો ત્યારબાદ તેણે સાગરને જોયો જેની રિક્ષા પાર્કિંગમાં હતી તેણે સાગરને ગર્ભવતી પત્નીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની વિનંતી કરી આ આજીજી સ્વીકારીને સાગરે તેની રિક્ષા સ્ટેશન પર ચડાવી દીધી અને મહિલા અને તેના પતિને ટ્રેનમાંથી લઈને સંજીવની હોસ્પિટલ લઇ ગયો સાગરે ગર્ભવતી મહિલાની મદદ કરી તે વાત સાચી પણ રેલવે સ્ટેશન પર રિક્ષા ચલાવવા બદલ રેલવે પ્રોટેક્શન ફોર્સે તેની ધરપકડ કરી હતી પણ તે હવે પછી આવું કામ નહીં કરે તેવી ખાતરી કરાવી જામીન પર છોડી દીધો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS