સુરતઃ જહાંગીરપુરા ઇસ્કોન મંદિર નજીક હડપતિવાસમાં રહેતી એક 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટનાએ ફરી પોલીસને દોડતી કરી દીધી હતી દીકરીની ચિચ્યારી સાંભળી દોડી ગયેલી માતાને પડોશીના ઘરમાંથી દીકરી નગ્ન હાલતમાં અને પાડોશીના સકંજામાંથી મળી આવતા ચોંકી ગઈ હતી પારિવારિક સંબધ ધરાવતા પાડોશી વ્યક્તિએ જ એક ગરીબ પરિવારની દીકરીને પોતાનો શિકાર બનાવતા નજરે જોઈને માતાએ બુમાબુમ કરી દેતા લોકો ભેગા થઈ ગયા હતા પોતાની માસૂમ બાળકી પર નજર બગાડનાર પ્રકાશ ઉર્ફે સુખા સામે માતાએ આંગળી ચીંધી હકીકત કહેતા ઉશ્કેરાયેલા લોકોએ નરાધમને જાહેરમાં ફટકારી પોલીસને હવાલે કરી દીધો હતો મોડી રાત્રે જહાંગીરપુરા પોલીસ બાળકીને તબીબી તપાસ માટે સિવિલ લઈ આવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા જોકે, થોડીવાર બાદ હવસખોર પ્રકાશ ઉર્ફે સુખાને પણ સારવાર માટે સિવિલ લવાતા બાળકીએ તમામ ડોક્ટરોની હાજરીમાં દુષ્કર્મીને ઓળખી બતાવ્યો હોવાનું મેડિકલ ઓફિસર ડો ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું