વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે મોટાભાગના જિલ્લામાં મુશ્કેલી સર્જાઈ છે અહીં મંદસૌરમાં બસ ડ્રાઇવરની બેદરકારીને લીધે અનેક મુસાફરોનો જીવ જોખમાયો હતો ડ્રાઇવરે ધસમસતાં પાણી હોવા છતાં તેમાં બસ પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તેમણે મુસાફરોનું રેસ્ક્યૂ કરી બચાવ્યા હતા