વડોદરાઃ દેવ ડેમમાંથી 25 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા વડોદરા જિલ્લાના ડભોઇ વિસ્તારમાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે અને ડભોઇ તાલુકાના રાજલી ગામ પાસે ઢાઢર નદીનું પાણી આજુબાજુના ગામો અને મુખ્ય રસ્તા પર ફરી વળતા વડોદરા ડભોઇ વચ્ચેનો મુખ્ય માર્ગ બંધ થઇ ગયો હતો અને વડોદરા-ડભોઇ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો જોકે પાણી ઉતરવાનું શરૂ થતાં રસ્તા ખુલ્લો થયો હતો દેવ ડેમમાંથી પાણી છોડાતા હાલોલ, ડભોઇ અને વાઘોડિયાના 36 ગામોને એલર્ટ કરાયા છે કેટલાક ગામોમાં પાણી પણ ઘૂસ્યા છે