Home Remedies for Teeth , 97 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે
ગુજરાતી એવા નાથુદાદાની ઉંમર આજે 97 વર્ષ જેટલી થઈ ગઈ છે. આ ઉંમરે પણ તેઓ ટેક્નોલોજીનો સરસ ઉપયોગ કરીને અનેક પ્લેટફોર્મ પર લોકોને તંદુરસ્ત રહેવાના ઉપાયો સમજાવી રહ્યા છે. આજે અમે તમારા માટે એક એવો ફટકડીનો પ્રયોગ લાવ્યા છીએ કે જે તમારા દાંતની અનેક સમસ્યાઓ દૂર કરશે. આજે પણ આ દાદાના દાંત એવા જ મજબૂત છે જેનો સંપૂર્ણ શ્રેય પણ આ જ પ્રયોગને જાય છે. આ બહુ જ આસાન પ્રયોગ છે જેમાં તમે ફટકડીને ગરમ કરીને તેનું ચૂર્ણ બનાવવાનું છે અને આ જ ચૂર્ણને તમે સવાર સાંજ બ્રશ કર્યા પહેલાં પણ વાપરી શકો છો. એવું ય નથી કે ટૂથપેસ્ટ કરવાનું બંદ કરી દેવું પણ તમે તેની સાથે આ પ્રયોગ કરી શકો છો. તો જોઈ લો આ આખો પ્રયોગ ઉપરના વીડિયોમાં.