ભુજઃએક વર્ષ દુકાળનો સામનો કર્યા બાદ મેઘરાજાએ કચ્છને ન્યાલ કરી દીધો છે દુકાળ વચ્ચે જૂનમાસ કોરો જતા આ મુલકના લોકોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયા હતા જુલાઇમાં પણ રાહ જોવડાવ્યા બાદ મહિનાના અંતમાં વાવણી લાયક વરસાદ થતા લોકોને રાહત થઇ હતી અને અનાધાર વરસાદની કામનાઓ કરાઇ હતી જે શ્રાવણમાં પૂર્ણ થઇ છે મેઘરાજાએ કચ્છ પર મનમુકીને મહેર વરસાવી અછતગ્રસ્ત જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતી સર્જી દીધી છે શનિવારે દિવસ દરમીયાન ભારે વરસાદ પછી રાતના સમયે પણ પશ્ચિમ કચ્છના 3 તાલુકા મેઘસવારીથી ધમરોળાયા હતા જોકે રવિવાર સવારથી વરસાદે પોરો ખાતાં તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું છે