વડોદરાઃ વડોદરામાં પૂર પછી પણ મગર શહેરમાં દેખાઇ રહ્યા છે વડોદરા શહેરના વડસરમાંથી પ્રાણીન ફાઉન્ડેશન અગ્નિ વીર સંસ્થા દ્વારા મોડી રાત્રે 2 વાગ્યે 35 ફૂટનો મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત લાઇફ વીથ વાઇલ્ડ લાઇફ સંસ્થા દ્વારા જાંબુવા બ્રિજ પાસેથી 3 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો વડોદરાના વડસરમાં ગત રાત્રે અચાનક જ મગર આવી ચડ્યો હતો જેથી ગામ લોકોએ તુરંત પ્રાણીન ફાઉન્ડેશન અગ્નિ વીર સંસ્થાને જાણ કરી હતી જેથી સંસ્થાના નેહા પટેલ અને માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ 35 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો બીજી બાજુ જાંબુવા બ્રિજ પાસે પણ મગર દેખાયો હતો જેથી લાઇફ વીથ વાઇલ્ડ લાઇફ સંસ્થાના મયુર મોર ટીમ સાથે પહોંચ્યા હતા અને 3 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો