વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે જીએસ અને વીપી સહિત 22 બેઠકો ઉપર પોતાના મનપસંદ ઉમેદવારોને ચૂંટી લાવવા માટે સ્ટુડન્ટ્સ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા માટે કેમ્પસમાં પહોંચ્યા હતા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે કેમ્પસમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે