સોશિયલ મીડિયા પર હાલ એક યુવકનો વીડિયો વાઇરલ થયો છે જેમાં યુવક ઉઘાડા પગે રસ્તા પર દોડી રહ્યો છે માત્ર 11 સેકન્ડમાં તે 100 મીટર દોડ પૂરી કરે છે આ યુવકનું નામ રામેશ્વર ગુર્જર છે અને તે મધ્યપ્રદેશના શિવપુરીનો રહેવાસી છે આ વીડિયો કોઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સરકારનું ધ્યાન તેની તરફ ખેંચાયું છે અને એમપીના ખેલ મંત્રી જીતુ પટવારીએ રામેશ્વરને ભોપાલમાં પ્રશિક્ષણ આપવાની વાત જણાવી છે