રાજકોટ:ગઈકાલે જનરલ બોર્ડમાં થયેલા હોબાળા બાદ આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કોંગ્રેસે ધરણાં કર્યા હતા કોંગ્રેસના કોર્પોરેટરે ધરણાં કરી રામધુન બોલાવી હતી ત્યારે પોલીસે આજે ફરીથી વિપક્ષ નેતા અને કોંગી કોર્પોરેટરની ટીંગાટોળી કરી 25ની અટકાયત કરી હતી જો કે કોંગ્રેસનાં ધરણાંના પગલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર પોલીસે પહેલાથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો