ઉત્તરાખંડના 133 ગામોમાં 216 દિકરાઓનો જન્મ, એક પણ દિકરી નહીં

DivyaBhaskar 2019-08-14

Views 1K

દેવભૂમિ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 506 ગામ છે જેમાંથી 50 કિમીના દાયરામાં ફેલાયેલા 133 ગામો એવા પણ છે જ્યાં ફક્ત છોકરાઓ જ જન્મ લે છે આ જોઈને સરકાર પણ ચોંકી ગઈ છે તે આંકડાઓની કારીગરીથી લાજ રાખવાના પ્રયાસો કરી રહ્યાં છે ભ્રૂણ પરિક્ષણની આશંકાઓને ધ્યાનમાં રાખીને જે જિલ્લા પ્રશાસને પોતે આ મામલાનો ખુલાસો કર્યો છે, તેને જ હવે અલગ અલગ વિભાગોના આંકડાઓમાં ફરક લાગી રહ્યો છે જિલ્લાના સામાજિક કાર્યકર્તાઓનો આરોપ છે કે આ ગામોમાં ભૂણ પરીક્ષણ માટે સોનાગ્રાફી મશીન વાળી એક મોબાઈલ વાન આવે છે કૂખમાં દિકરી હોય,તો મહિલાઓનો ગર્ભપાત કરી દેવાય છે તો બીજી તરફ આશા વર્કર્સ અને સરપંતે આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે તેમના કહ્યાં પ્રમાણે, આ તો ભગવાનની મરજી છે, ડે દરેક ઘરે દિકરો આપે છે

ભાસ્કરની ઈન્વેસ્ટીગેશનમાં સામે આવ્યું છે કે, જે ગામોમાં ફક્ત દિકરાઓનો જન્મ થયો છે, તેમાં ગર્ભવતી મહિલાઓનું રજિસ્ટ્રેશન 3થી 4 મહિના બાદ જ થયું છેઆ સાથે આ ગામોમાં એવા પણ ઘરોમાં દિકરાએ જન્મ લીધો છે, જેમને પહેલાથી જ ત્રણ ચાર દિકરીઓ હતી અને તેઓ દિકરો ઈચ્છતા હતા લિંગાનુપાતના તથ્યો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે કંઈક મોટું રંધાયું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS