વડોદરામાં નવાયાર્ડમાં કેશડોલ ન ચુકવાતા લોકોએ મુખ્યમંત્રીના પૂતળાદહન કર્યું

DivyaBhaskar 2019-08-17

Views 53

વડોદરાઃપૂરના પાણી ઓસરી ગયાના 17 દિવસ પછી પણ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં કેશડોલ ચૂકવવામાં તંત્ર ધરાર નિષ્ફળ ગયું છે ત્યારે વિસ્તારના રહીશોએ મુખ્યમંત્રીનું પૂતળાદહન કરીને રોષ ઠાલવ્યો હતો વહેલીતકે કેશડોલ નહિં મળે તો ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિકલોકોએ ચિમકી ઉચ્ચારી છે નવાયાર્ડ ગરીબ નવાઝ પાર્કના રહીશોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને પૂરમાં ગરીબ નવાઝ પાર્કના તમામ 350 કાચા-પાકા મકાનોમાં 5 થી 7 ફૂટ ઘૂસી ગયા હતા જેના કારણે લોકોને ભારે આર્થિક નુકશાન પહોંચ્યું હતું નવાયાર્ડ વિસ્તારના મોટાભાગના વિસ્તારોમાં કેશડોલ ચૂકવી દેવામાં આવી છે પરંતુ, હજુ અમારા વિસ્તારમાં કેશડોલ ચૂકવવામાં આવી નથી સ્થાનિક કાઉન્સિલરો તેમજ તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં, કેશડોલ ચૂકવવામાં આવી નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS