વડોદરાઃ વડોદરાનો બીએસએફનો જવાન સંજય સાધુ આસામ બોર્ડર પર પશુ તસ્કરી દરમિયાન પાણીમાં પડી જતા શહીદ થતાં આજે તેના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ દરમિયાન તેની પત્ની અંજના સાધુ ચોધાર આંસુએ રડતી હતી અંજનાને તેના પતિની શહીદી પર ગૌરવ છે, પણ બાળકોના ભવિષ્યની ચિંતા છે અંજના સાધુએ જણાવ્યું હતું કે, દેશ માટે મારા પતિ શહીદ થયા તેનું હું ખુબ જ ગૌરવ અનુભવુ છું પણ મારા બાળકોનું હવે શું થશે તેની ચિંતા મને કોરી ખાય છે સરકાર મારા બાળકો માટે કંઇક કરે તેવી માંગણી છે