રાજકોટ: કાલાવડ રોડ પર વાલ્વમાં પ્રેસર વધી જતાં પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું જેને લઈને 50 ફૂટ ઉંચા પાણીના ફૂવારા ઉડ્યા હતા આ સાથે જ લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો જો કે સમગ્ર ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા યોગ્ય જવાબ આપ્યો ન હતો જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોત તો પાણીનો વેડફાટ ન થાત જો કે સમગ્ર ઘટનાના એક કલાક બાદ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો ત્યાં સુધીમાં તો લાખો લીટર પાણી વહી ગયું હતું