અમદાવાદ:રોગચાળા મુદ્દે આજે રિવરફ્રન્ટ હાઉસમાં બેઠક મળી હતી અને આ બેઠકના બોર્ડ રૂમમાં જ મચ્છરો જોવા મળ્યા હતા આખા શહેરમાં મચ્છરના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન અભિયાન ચલાવે છે અને સાબરમતી રિવરફ્રન્ટ હાઉસમાં જ મચ્છરો અને તેના બ્રીડીંગ જોવા મળે છે આશ્ચર્ય છે કે, શહેરમાં મચ્છરનાં ઉપદ્રવ મામલે કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરીને દંડ ફટકારી રહી છે ત્યારે કોર્પોરેશનની ઓફિસમાં જ મોટી સંખ્યામાં મચ્છરો દેખાતા કોર્પોરેશનની કામગીરી માત્ર દેખાડો છે તેવું સાબિત થયું છે તો શું રિવરફ્રન્ટ હાઉસને દંડ ફાટરવામાં આવશે?