ગીર-સોમનાથઃસમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે ગીર-ગઢડાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નતલી, વડલી, જસાધાર, ગીર સહિતના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે ગીરના નગડીયામાં એક કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેને કારણે ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે સમગ્ર જિલ્લાના ઉપરવાસમાં એક કલાકમાં 3થી સાડા 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે નોંધનીય છે કે, વરસાદને કારણે માણસો સહિત ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે