વડોદરા: પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શહેરમાં હરહર મહાદેવના નાદ સાથે ભવ્ય કાવડ યાત્રા નીકળી હતી સવા ચાર લાખ અમેરિકન ડાયમંડના શિવલિંગ સાથે નીકળેલી કાવડ યાત્રાએ આગવું આકર્ષણ જમાવ્યું હતું વહેલી સવારે ખંડારાવ માર્કેટ પાસે આવેલા સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો