કડીઃ કડીના ખાખચોક વિસ્તારમાં બનાવેલ 49 વર્ષ જૂની નવ લાખ લિટરની ઓવરહેડ પાણીની ટાંકી જર્જરીત બની જતા પાલિકાએ જમીનદોસ્ત કરી હતી શહેરના ખાખચોક અને કસ્બા વિસ્તારના રહીશોની પાણીની સમસ્યા હલ કરવા 1971માં નવ લાખ લિટરની 15 મીટર ઉંચી પાણીની ટાંકી બનાવી પીવાના પાણીની સમસ્યા જેતે સમયે પાલિકાએ હલ કરી હતી 49 વર્ષ બાદ ઓવરહેડ ટાંકી જર્જરીત થઈ ગયા બાદ બિનઉપયોગી બની જતાં રાજ્ય સરકારે તે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ ન બને તે સારૂ વર્ષ અગાઉ 10 લાખ લિટરની ઓવરહેડ 20 મીટર ઉંચી પાણીની ટાંકી બનાવી મુખ્યત્વે કસ્બા વિસ્તાર સહિતના અંદાજે પાંચ હજાર મકાનોમાં પાણી પૂરૂ પાડવામા આવે છે