ગીરસોમનાથ: સિંહ ઘાસ થોડો ખાય તેવું લોકોના મુખેથી અવારનવાર સાંભળવા મળતું હોય છે પરંતુ તુલસીશ્યામ વિસ્તારમાં જંગલનો રાજા ઘાસ ખાતો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે હાલ લીલીછમ્મ હરિયાળી છવાઇ જતા ડુંગરાળ વિસ્તારમાં વીડીમાં ડાલામથ્થો સિંહ ઘાસ ખાય રહ્યો હોય લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા છે અને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે