સુરતઃસલાબતપુરા વિસ્તારમાં 11 વર્ષની અને 12 વર્ષની કિશોરીઓ સાથે પાંચ છ મહિનાથી દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું આરોપી બાળકીને ચોકલેટ આપવાની લાલચે કારખાનામાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતો હતો આ અંગે લોકોએ વીડિયો સાથેના પ્રૂફ સાથે આરોપીને પોલીસ હવાલે કર્યો હતો સલાબતપુરા પોલીસે પોસ્કો સહિત દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે લોકોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે આરોપીને કડકમાં કડક સજા મળવી જોઈએ