વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે અત્યાર સુધીમાં 22લાખ પ્રવાસીઓ આવી ચુક્યા છે હવે અહીં પ્રવાસીઓને આવવા માટે વધુ એક આકર્ષણ શરુ થયું છે ગુજરાતમાં પ્રથમવાર નર્મદા બંધ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રિવર રાફ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે આ સુવિધાની શરુઆત 27 ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવી હતી રાફ્ટિંગની સુવિધા 1 સપ્ટેમ્બર થી પ્રવાસીઓ માટે શરુ કરવાામં આવશે તેવી જાહેેેરાત કરવામાં આવી હતી એ પ્રમાણે હવે આ રિવર રાફટિંગ ની સુવિધા શરૂ થઈ ગઈ છે