બોલિવૂડમાં એવી બહુ જ ઓછી એક્ટ્રેસીસ છે કે જેઓ આપણું ધ્યાન ખેંચવાની સાથે આપણને તેમણે કરેલા કોઈ કાર્યના કારણે પ્રેરણા પણ પૂરી પાડે જો આવી અભિનેત્રીઓમાં કોઈનું નામ પહેલું આવે તો તે કદાચ સુષ્મિતા સેન જ હોય માત્ર 18 વર્ષની ઉંમરે જ મિસયૂનિવર્સનો તાજ જીતનાર પ્રથમ ભારતીયથી લઈને સિંગલ હોવા છતાં પણ બે દિકરીઓને દત્તક લઈને પણ અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી હતી તાજેતરમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સુષ્મિતા 43 વર્ષની ઉંમરે પણ સ્કિન ડાઈવ શિખતી જોવા મળી હતી ડાઈવિંગ લેશનનો વીડિયો શેર કરવાની સાથે તેણે કેપ્શન પણ લખ્યું હતું કે, કોઈ પણ કાર્ય કરવાનું હોય તેમાં ક્યારેય મોડા પડ્યા છીએ તેવો વિચાર કરવો નહીંશિખવાની કોઈ જ ઉંમર હોતી નથી