જેલમાં કેદીએ બર્થડેની પાર્ટી કરીને ઈન્સ્ટાગ્રામમાં વીડિયો પણ શેર કર્યો

DivyaBhaskar 2019-09-03

Views 1.6K

બિહારના છપરાના મંડલ કારાની જેલમાં પોલીસે સોમવારે અચાનક જ બીજીવાર છાપો માર્યો હતો પોલીસની રેડ પડતાં જ કેદીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી સોમવારે ડીએમ સુબ્રત કુમાર સેન અને એસપી કિશોર રાયના નેતૃત્વમાં આ રેડ પાડવામાં આવી હતી રેડ માર્યા બાદ પણ પોલીસના હાથમાં કંઈ આવ્યું નહોતુંડીએમ સુબ્રત કુમાર સેને જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે જેલમાં અનેક કેદીઓ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે જેની તપાસ કરવા માટે આ જડતી લેવામાં આવી હતી

આ આખી રેડ પાછળ જવાબદાર હતો દેશના અગ્રણી અખબાર એવા દૈનિક ભાસ્કરની પાસે આવેલો આ એક્સક્લૂઝિવ વીડિયો જે મંડલકારાની જેલમાં આનંદ નામના કેદી દ્વારા ઉજવાયેલી તેની બર્થડે પાર્ટીનો છે આ વીડિયો બાદ જ એસપીએ આખી ઘટનાના તપાસના આદેશ આપ્યા હતા જેમાં બહાર આવ્યું હતું કે કેદીઓએ 21 ઓગસ્ટે આ પાર્ટી કરી હતી જેલમાં જન્મદિવસની ઉજવણી કરવી એ કોઈ ગુનો નથી પણ વીડિયોમાં જોઈ શકાય છે કે અન્ય કેદી મોબાઈલ પર બિંદાસ્ત રીતે વાત કરી રહ્યો છે તો સાથે જ ધૂમધામ સાથે થઈ રહેલી આ બર્થડે પાર્ટીનો વીડિયો પણ બીજા મોબાઈલમાં રેકોર્ડ કરાયો હતો આટલું ઓછું હોય તેમ જેલમાં રહેલા કેદીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ આ વીડિયો શેર કરીને જેલમાં ચાલતી લાલિયાવાડીની પોલ ખોલી હતી ભલે સોમવારની રેડમાં અધિકારીઓના હાથમાં કંઈ ના લાગ્યું હોય પણ આ વીડિયોના આધારે 2 સભ્યોની કમિટી રચીને ઉચ્ચ કક્ષાના ખાતાકીય તપાસના પણ આદેશ આપીને તેનો રિપોર્ટ માગવામાં આવ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS