બાયડ:બાયડ ગામમાં છેલ્લા 21 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે આ ગણપતિ પંડાલ તેના ભવ્ય આયોજન માટે જાણીતો છે વિસર્જનનો વરઘોડો તેના અવનવા અને ભવ્ય રંગરૂપના કારણે સમગ્ર જિલ્લામાં વિખ્યાત છે ગણેશ વિસર્જન યાત્રામાં પુલવામામાં શહીદ જવાનોને બેનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિસર્જન યાત્રામાં અમદાવાદના અખાડાબાજોએ કરતબ બતાવ્યા હતા શહીદોના પૂતળાઓ અને ચંદ્રયાનનાં ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું