પી.ચિદંબરમની પહેલી રાત તિહાડ જેલમાં ગુજરી, સવારે ચા-પૌઆ મળ્યા

DivyaBhaskar 2019-09-06

Views 1

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા પીચિદમ્બરમને ગુરુવારે આઈએનએક્સ મીડિયા કેસમાં ડબલ ઝટકો વાગ્યો છે પહેલાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી ઈડી મામલે આગોતરા જામીન ન આપવામાં આવ્યા અને મોડી સાંજે રાઉઝ એવન્યૂ કોર્ટના આદેશ પર તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા છે પૂર્વ નાણામંત્રીને 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે ચિદમ્બરમનો જન્મ દિવસ 16 સપ્ટેમ્બરે છે આમ, તેમણે આ વખતે તેમનો જન્મ દિવસ જેલના કેદીઓની સાથે જ ઉજવવો પડશે સૂત્રોના જણાવ્યા પ્રામણે પીચિદમ્બરમની પહેલી રાત જેલમાં એક સામાન્ય કેદી જેવી જ રહી હતી કોર્ટના આદેશ પર તેમને અમુક સુવિધાઓ ચોકક્સ આપવામાં આવી છે પરંતુ નાસ્તો અને જમવાનું તેમણે જેલનું જ ખાવુ પડશે આમ, આજે સવારે ચીદમ્બરમની સવાર પૌઆ અને એક કપ ચાથી થઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS