કેવડિયા/ભરૂચઃ નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 65 લાખ ક્યૂસેક પાણીને કારણે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 30 ફૂટે પહોંચી ગઇ છે જેને પગલે નર્મદા નદી કાંઠા અને આલિયાબેટ પરથી અત્યાર સુધીમાં 250 જેટલા લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે