મધ્ય પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા જોરદાર વરસાદથી રાજ્યના અનેક ડેમો અને નદીઓમાં પાણીની સપાટીએ ભયજનક સ્તરવટાવ્યું છે સાથે જ હવામાન વિભાગે પણ રાજ્યમાં 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે તો સાથે જ અન્ય 16 જિલ્લાઓમાં પણવરસાદ રહેવાનું અનુમાન કર્યું છે તેવામાં રાયસેન પાસે આવેલા બારણા ડેમમાંથી પાણી છોડાતાં જ કોટવાર ગણેશ ગામમાં પૂરની સ્થિતી સર્જાઈહતી પૂરના પાણી વચ્ચે ફસાયેલી ગર્ભવતીને અચાનક જ પ્રસવ પીડા ઉપડતાં જ તેની હાલત પણ કફોડી થઈ હતી ત્યાં પહોંચેલી રેસ્ક્યુ ટીમે પણતરત જ જ્યોતિ સિલાવટ નામની ગર્ભવતીનું રેસ્ક્યુ કરીને તેને સલામત રીતે દવાખાને દાખલ કરાવી હતી જ્યાં તેણે રાત્રે દસ વાગ્યાની આસપાસ
ટ્વિન્સને જન્મ આપ્યો હતો ડોક્ટર્સે પણ જણાવ્યું હતું કે માતા અને બંને નવજાતની હાલત પણ સ્વસ્થ છે