મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા-એ-હિંદએ ગુરુવારે એક પ્રસ્તાવ પસાર કર્યો છે જમીયતના મહાસચિવ મહમૂદ મદનીએ કહ્યું કે, મહાસભાની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે જમ્મુ-કાશ્મીરના લોકો ભારતીય છે તેઓ અમારા કરતાં કોઈ પણ રીતે અલગ નથી મદનીએ કહ્યું કે, કાશ્મીર અમારુ હતું, અમારુ છે અને અમારું રહેશે જ્યાં ભારત છે ત્યાં અમે અમે દેશની સુરક્ષા અને અખંડતાની કોઈ પણ પ્રકારે સમજૂતી નહીં કરીએ આ બધી વાતો પ્રસ્તાવમાં પસાર કરવામાં આવી છે ભારત અમારો દેશ છે અને અમે હંમેશા તેના માટે ઉભા છીએ કોઈ પણ ભાગલાવાદી અભિયાન દેશ અને કાશ્મીર બંને માટે ઘાતક છે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર એવું જતાવવાનો પ્રયત્ન કરે છે કે, ભારતીય મુસ્લિમ તેમના દેશ વિરુદ્ધ છે અમે આ વાતની નિંદા કરીએ છીએ