ગુજરાતના વિખ્યાત સાહિત્યકાર નિર્મળદાન ગઢવીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે જેમાં નિર્મળદાનજીએ સ્વામિનારાયણ ભગવાનના અનેક કાર્યોમાંનાં એક કાર્યનું વર્ણન કર્યું તેમણે વીડિયોમાં જણાવ્યું કે, અજ્ઞાનીઓ કહે છે કે સ્વામિસંપ્રદાયમાં સ્ત્રીઓનું અપમાન કરાય છે પરતુ તેમને એ વાતની જાણ જ નથી કે, ભારતમાં બાળકીને દૂધપીતી કરવાનો કુરિવાજ હતોદહેજ,વ્યસન અને આબરૂ લૂંટાવાની બીકે લોકો બાળકીઓને મારી નાંખતા હતા એ સમયમાં, આજથી આશરે 250થી વધુ વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને સમાજમાંથી આ કુરિવાજ દૂર કરવા ઝુંબેશ ચલાવી હતી સ્વામિનારાયણ ભગવાને જ વિધવા વિવાહ, સ્ત્રીશિક્ષણ દ્વારા સ્ત્રીઓનું સન્માન કરતા શીખવ્યું હતુ સ્વામિનારાયણ ભગવાને સદાચારી સમાજ તૈયાર કર્યો હતો મર્યાદાવાળો સંત સમાજ એ આ સમાજને એક અમૂલ્ય ભેટ છે સ્વામિનારાયણ ભગવાને સ્વયં બ્રહ્મચારી રહીને વિધવા વિવાહ, સ્ત્રીશિક્ષણ જેવા અનેક કાર્યો દ્વારા સ્ત્રીઓનું સન્માન કરતા શીખવ્યું છે