ભિલોડા: અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી તીર્થમાં આજે ભાદરવી પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી દેવ ગદાદર ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી જેમ ભાદરવી નિમિત્તે ભક્તો પદયાત્રા કરી માં અંબાના દર્શને જાય છે, તેમ યાત્રાધામ શામળાજીમાં પણ દૂર દૂરથી ભક્તો પરંપરાગત રીતે ચાલી ને ભગવાન શામળિયાના દર્શન કરવા આવે છે અહીં ભાદરવા મહિનાની પૂર્ણિમાએ ચાલીને આવી ભગવાન પાસે આજથી શરુ થતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન તેમના દેવલોક પામેલા પિતૃઓને મોક્ષ મળે તે માટે મોક્ષ આપનાર અધિષ્ટતા શામળિયા ભગવાન ને પ્રાર્થના કરે છે