મહી નદીમાં તણાતો વ્યક્તિ ડ્રોન કેમેરામાં થયો કેદ, સાડા ચાર કલાક ઝઝૂમી મોતને આપી માત

DivyaBhaskar 2019-09-14

Views 4.9K

બોરસદ:રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાચી ઠેરવતી ઘટના બોરસદના ગાંજણા ગામે બની છે જ્યાં મહીનદીમાં શુક્રવારે છોડાયેલા 7 લાખ ક્યસેક પાણીના કારણે મહી ગાડીતુર બની હતી શનિવારે ગંભીરા પુલ પાસે બપોરે 1130 કલાકે દાવોલના મનુભાઇ ડાહ્યાભાઇ ગોહેલ પસાર થઇ રહ્યાં હતાત્યારે પાણી જોવા જતાં પગ લપસી ગયો હતો ધસમસતા પાણીમાં મનુભાઇ મોત અને જીવન સાથે ઝઝૂમતા ઝઝૂમતા આગળ ખેંચાઇ રહ્યાં હતા ત્યારે તેઓ નદીના દ્રશ્યો ડ્રોન દ્વારા કેદ કરાવા દરમિયાન તેમા દેખાયા હતા અને તરવૈયાઓ દ્વારા તેમનું રેસ્ક્યુ કરાયું હતું

મોત સામે ચાર કલાક સુધી પાણી સાથે બાથ ભીડી
મનુભાઇ જીવનમરણ વચ્ચે ઝોલા ખાતાં ચાર કલાક સુધી પાણી સાથે બાથ ભીડતા ભીડતા સારોલ સીમમાં વાલવોડ સીટી પાસેથી પસાર થઇ રહ્યાં હતા સારોલમાં સ્ટુડિયો ધરાવતા રાજુભાઇ અને નરેશભાઇ તથા તેમની ટીમ નદીના નયનરમ્ય દ્રશ્યો ડ્રોન દ્વારા કેદ કરી રહ્યાં હતા ત્યારે માનવ તણાતો હોવાનું દ્રશ્ય કેદ થયું હતું નજીક ડ્રોન લઇ જતાં માનવ જીવતો હોવાનું જણાઇ આવ્યું હતું જેથી સારોલના સરપંચ શકિતસિંહે આગળના ગાજણા ગામે તાત્કાલિક જણ કરી હતી

મોત સાથે ઝઝૂમીને 25 કિમીનું અંતર કાપ્યું
​​​​​​​ગાંજણા ગામે પટ મોટો હોવાથી પ્રવાહની અસર ઓછી જાણાય છે ત્યાં ગાજણા ગામના તરવૈયા પહેલેથી તૈયાર હતા તેઓ માનવ આવતાં દેખાતા નદીમાં પડીને તેને બહાર કાઢ્યો હતો અને અતે જીવીત હાલતમાં હતો તેમની પૂછપરછ કરતાં તેઓ દાવોલના મનુભાઇ ગોહેલ હોવાનું જણાવ્યું હતું આમ મનુભાઇ સાડા ચાર કલાકથી મોત સાથે ઝઝૂમીને 25 કિમીનું અંતર કાપીને ગાજણા ગામે પહોંચ્યા હતા અને તેમનું કરાયું હતું
(માહિતી: હેમંત ભટ્ટ, બોરસદ)

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS