જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાની સરકાર સહિત ત્યાંનું મીડિયા પણ ભારત વિરોધી ચર્ચામાં બિઝી છે એવી જ એક ચેનલ જીટીવીની એક ડિબેટમાં કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી અને પ્રોગ્રામ વચ્ચે જ વિશ્લેષણ ખુરશીમાંથી ધડામ પડ્યાં અને ગરમ ચર્ચા વચ્ચે એક ફની ઘટના સર્જાઈ ગઈ અચાનક ગેસ્ટને પડતાં જોઈ એન્કરના રિએક્શન પણ જોવા જેવા હતા સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતાં લોકો વિશ્લેષક પ્રત્યે સહાનુભૂતિ દાખવી રહ્યા છે તો કેટલાંક યૂઝર્સ ફની મોમેન્ટને એન્જોય કરી રહ્યા છે